Surendranagar | Surendranagar Gujrat | Surendranagar Jilla Vishe Janva Jevu… 

Surendranagar | Surendranagar Gujrat  

અહીં આપડે Surendranagar જિલ્લા વિશે સાદી અને સરળ ભાષા માં જાણીશુ જેમાં જિલ્લા ની રચના, જિલ્લા ના તાલુકા, જોવા લાયક અને પ્રસ્સિદ્ધ સ્થળો, નદીઓ, વસ્તી, વગેરે.. જે તમને જનરલ નોલેજ માટે તેમજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપયોગી થઇ શકે છે. Surendranagar Gujrat માં આવેલ જિલ્લો છે.

Surendranagar Gujrat

સુરેન્દ્રનગર જિલ્લા વિશે

  • સુરેન્દ્રનગર જિલ્લા ને અપડે ઝાલાવાડ તરીકે પણ ઓળખીએ છીએ.
  • સુરેન્દ્રનગર ની સ્થાપના 1 મે 1960 ના રોજ થઇ હતી.
  • સુરેન્દ્રનગર એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ગામ છે, જે સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

 

સુરેન્દ્રનગર જિલ્લા ની સરહદ

  • ઉત્તરે પાટણ-મહેસાણા અને કચ્છ જિલ્લાઓ
  • દક્ષિણે બોટાદ અને રાજકોટ જિલ્લાઓ
  • પૂર્વે અમદાવાદ જિલ્લો
  • પશ્વિમે મોરબી જિલ્લો

 

થોડું જનરલ

  • વિસ્તાર :- 10489 ચોરસ કી.મી
  • તાલુકા :- 10
  • સાક્ષરતા :- 72.13%
  • જાતી પ્રમાણ  :-  930
  • ગામડાઓ :- 574
  • પીનકોડ :- 363031
  • વાહન  :- GJ 13

 તાલુકા નું લિસ્ટ

  1. વઢવાણ
  2. લીંબડી
  3. ચુડા
  4. લખતર
  5. ધ્રાંગધ્રા
  6. દસાડા
  7. થાનગઢ
  8. મુળી
  9. સાયલા
  10. ચોટીલા

Surendranagar

 

સુરેન્દ્રનગરના શહેરો વિષે

સુરેન્દ્રનગર

  • ભોગાવો નદીના કાંઠે એક બાજુ વઢવાણ શહેર તો એની સામેની બાજુ સુરેન્દ્રનગર શહેર વિકસેલું છે.
  • સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર સાથે સાત જિલ્લા જોડાયેલા છે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ મળી આવે છે.
  • ગુજરાતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે
  • તેમજ ગુજરાતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે
  • સુરેન્દ્રનગર ની પ્રખ્યાત સિકંદર ની શીંગ પણ ખુબ જ વખણાય છે
  • સુરેન્દ્રનગર જિલ્લા નો મુખ્ય ઉદ્યોગ મશીનરી, બેરીંગ અને દવાઓ બનાવવાનો છે
  • થાનમાં સીરામિક ઉદ્યોગ
  • ધ્રાંગધ્રામાં કેમીકલ્સ DCW ઉદ્યોગ
  • દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો વિકસેલા છે
  • સુરેન્દ્રનગર માં પાતાળ કુવા સૌથી વધારે છે

વઢવાણ   

  • વઢવાણમાં મહાવીર સ્વામીના ચારણ પડેલા તેથી પહેલા તેનું મૂળ નામે વર્ધમાનનગર હતું
  • વઢવાણ માં આવેલ સુંદર હવામહેલ જેની રચના વઢવાણનાં રાજવી દાજીરાજબાપુએ ઇ.સ. 1818ની આસપાસ કરાવી હતી. આ હવામહેલ ધર્મ તળાવના કાંઠે આવેલ છે.
  • સતી રાણકદેવી અને વાઘેશ્વરી માતાનું મંદિર અહીં આવેલું
  • વઢવાણના મરચા “વઢવાની મરચા” તરીકે પ્રખ્યાત છે.

ચોટીલા

  • ચોટીલામાં ચામુંડા માતાજી નું ભવ્ય મંદિર ડુંગરા પર આવેલું છે
  • જે ડુંગરની ઉંચાઈ 340 મી. છે જે માંડવીની ટેકરીઓનું સૌથી મોટું શિખર છે.
  • ચોટીલાને પંચાલ પ્રદેશ તરીકે પણ ઓળખાવમાં આવે છે
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચં મેઘાણી નું જન્મ સ્થળ પણ ચોટીલા છે

થાનગઢ

  • થાનગઢ સિરામિકની આઈટમ માટે વખણાય છે
  • થાનગઢ સિરામિકની આઈટમ માટે વખણાય છે
  • થાનગઢ માં ગુજરાતનું સૌથી મોટું ફાયર ક્લેના ઉદ્યોગ માટેનું કેન્દ્ર આવેલું છે
  • ગુજરાતી સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડ નું જન્મ સ્થળ અને કર્મ સ્થળ થાનગઢ છે

તરણેતર

  • ગુજરાતમાં વખણાતો તેમજ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો તરણેતર માં થાય છે.
  • તરણેતરમાં ત્રિનેશ્વર મહાદેવનું પ્રસ્સિદ્ધ મંદિર આવેલું છે જેની બાજુમાં આ તરણેતર નો મેળો ભરાય છે.
  • તરણેતરના મેલા માં ભરતકામ કરેલી રંગબે રંગી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે
  • જે હર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ત્રણ દિવસ સુધી ચાલે છે
  • આ મંદિરમાં કામદેવના પત્ની રતી દ્વારા શિવજીના ત્રિનેત્ર રૂપી લિંગની સ્થાપન કરી હતી
  • મહાભારત પ્રમાણે દ્રૌપદીના સ્વયંવર માં અર્જુનએ અહીં મત્સ્યવેધ કર્યો હતો
  • ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર સોલંકીકાળ પહેલાની નાગરશૈલીનું હોવાનું જણાય છે
  • અત્યારનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજા કરણસિંહે તેમની પુત્રી કરણબા ની યાદ માં જીર્ણોદ્વાર કરાવ્યો હતો
  • ગુજરાત સરકાર દ્વારા અહીં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન થાય છે

ધ્રાંગધ્રા

  • ધ્રાંગધ્રાને પિન્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે.
  • અહીં સોડા અશ નો ઉદ્યોગ વિકસ્યો છે
  • ધ્રાંગધ્રા શહેર ગો ધરા નદીના કિનારે આવેલું છે

 

વર્ણીન્દ્રા ધામપાટડી

  • વર્ણીંન્દ્રા ધામ સ્વામિનારાયણ મંદિર, પાટડીમાં વારસા સમા, ગાંધીનગર હાઇવે, માલવણ ચોક્ડી પાટડી, દસાડા તાલુકામાં સ્થિત ખુબજ સુંદર મંદિર છે.
  • આ મંદિર પોઈચામાં નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરનો બીજો ભાગ છે
  • અહીં પાટડીના વર્ણીંન્દ્રા ધામ સ્વામિનારાયણ મંદિર વિશે કેટલાક હકીકતો છે.

 

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા નામ

  • ઝવેરચંદ મેઘાણી:- ગુજરાતી લેખક અને સ્વતંત્રતાસેનાની, રાષ્ટ્રીય શાયર.
  • કવિ દલપતરામ – ગુજરાતી લેખક
  • કુમારપાળ દેસાઈ – ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક અને અનુવાદક
  • કવિ દલપતરામ – ગુજરાતી લેખક
  • કુન્દનિકા કાપડિયા, જયંત કોઠારી,લાભશંકર ઠાકર, ભાનુભાઈ શુક્લ, મીનપિયાસી,  વગેરે ખ્યાતનામ સાહિત્યકારો સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે

 

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી નદીઓ

  • લીંબડી ભોગાવો
  • વઢવાણ ભોગાવો
  • સુખભાદર
  • બ્રાહ્મણી
  • ફાલ્કુ

 

સુરેન્દ્રનગર જિલ્લા માં બે અભ્યારણ પણ છે

  1. ઘુડખર અભ્યારણ જે ધ્રાંગધ્રા તાલુકામાં સ્થિત છે
  2. પક્ષી અભ્યારણ જે લખતર તાલુકાના નળ સરોવર માં આવેલું છે

 

જોવા લાયક સ્થળો

  • વઢવાણ – સુંદર હવામહેલ
  • સુરેન્દ્રનગર – ત્રિમંદિર
  • ચોટીલા – ચામુંડા માતાજી નું ભવ્ય મંદિર
  • પાટડીવર્ણીન્દ્રા ધામ
  • નળ સરોવર – પક્ષી અભ્યારણ
  • તરણેતર – ગુજરાતનો સૌથી મોટો લોકમેળો (જે હર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ત્રણ દિવસ સુધી ચાલે)
  • બીજા ઘણા સ્થળો ની મુલાકાત તમે લઇ શકો છો…
Hawa Mahel
વઢવાણ – સુંદર હવામહેલ
Surendranagar
સુરેન્દ્રનગર – ત્રિમંદિર
Chotila, Surendranagar
ચોટીલા – ચામુંડા માતાજી નું ભવ્ય મંદિર
Patadi Surendranagar
પાટડી – વર્ણીન્દ્રા ધામ

 

Nal sarovar
નળ સરોવર – પક્ષી અભ્યારણ

 

tarnetar
તરણેતર લોકમેળો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નળસરોવર અને કચ્છના નાના રણ વચ્ચે આવેલો જિલ્લો એટલે સુંદર ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)

2 thoughts on “Surendranagar | Surendranagar Gujrat | Surendranagar Jilla Vishe Janva Jevu… ”

Leave a Comment