Botad | Botad Gujrat | Botad Jilla Vishe Janva Jevu 

Botad | Botad Gujrat

અહીં આપડે Botad જિલ્લા વિશે સાદી અને સરળ ભાષા માં જાણીશુ જેમાં જિલ્લા ની રચના, જિલ્લા ના તાલુકા, જોવા લાયક અને પ્રસ્સિદ્ધ સ્થળો, નદીઓ, વસ્તી, વગેરે.. જે તમને જનરલ નોલેજ માટે તેમજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપયોગી થઇ શકે છે. Botad Gujrat માં આવેલ જિલ્લો છે.

 

Botad | Botad Gujrat

બોટાદ જિલ્લા વિશેBotad Jillo

બોટાદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો જિલ્લો છે જેને “સૌરાષ્ટ્ર જિલ્લા નું પ્રવેશ દ્વાર”(Gate Way Of Saurashtra) પણ કહેવાય છે

બોટાદની જિલ્લા તરીકે સ્થાપના 15 ઓગસ્ટ 2013 ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લા માંથી કરવામાં આવી હતી, બોટાદ પહેલા ભાવનગર જિલ્લા નો તાલુકો હતો

બોટાદ એ બોટાદ જિલ્લામાં આવેલું ગામ છે, જે બોટાદ જિલ્લાનું મુખ્ય મથક તેમજ બોટાદ તાલુકાનું વડું મથક પણ છે.

 

થોડું જનરલ

  • વિસ્તાર :- 2564 ચોરસ કી.મી
  • તાલુકા :- 4
  • સાક્ષરતા :- 67.63%
  • જાતી પ્રમાણ  :-  908
  • ગામડાઓ :- 190
  • પીનકોડ :- 364710
  • વાહન  :- GJ 33

તાલુકા નું લિસ્ટ

  1. બોટાદ
  2. ગઢડા
  3. બરવાળા
  4. રાણપુર

Botad | Botad Gujrat  

 તાલુકા વિષે – Botad na taluka

  1. બોટાદ

  • બોટાદ ની બોર્ડર સાથે પાંચ જિલ્લા જોડાયેલા છે : ઉત્તર : અમદાવાદ અને સુરેન્દ્રનગર । પૂર્વ : ભાવનગર । દક્ષિણ : અમરેલી । પશ્ચિમ : રાજકોટ 
  • બોટાદ જિલ્લો એ ત્રણ પ્રદેશને જોડતો જિલ્લો છે ઝાલાવાડ, ગોહિલવાડ અને કાઠિયાવાડ
  • ગુજરાતમા જામફળ ની ખેતી માં બોટાદ ત્રીજું સ્થાન ધરાવે છે
  • બોટાદ ના પાળીયાદ ગામે પરમ પૂજ્ય સંતશ્રી ઉનડ બાપુ ની જગ્યા આવેલી છે
  • બોટાદ થી 11 કી.મી દૂર સાળંગપુર ગામ આવેલું છે જ્યાં કષ્ટભંજન દેવ હનુમાનજી નું ભવ્ય મંદિર છે.
  • શ્રી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની અંતિમવિધી સાળંગપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર માં કરવામાં આવી હતી
  1. ગઢડા

  • ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે
  • ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના જીવનનો છેલ્લો સમય ગઢડા ગામ એ વિતાવેલો
  • તેથી ગઢડા ગામ સ્વામિનારાયણ સંપ્રદાય નું મહત્વનું તીર્થ સ્થળ છે.
  • દાદા ખાચરજીના ઢોલિયા પર બેસીને સ્વામીજી એ ઉપદેશ આપેલો
  1. બરવાળા

  • બરવાળા નું અંતર બોટાદ થી આશરે 27 કી.મી જેટલું થાય છે.
  1. રાણપુર

  • રાણપુર ભાદર નદી ના કિનારે આવેલું છે
  • આ ગામ ઈ.સ 1310 માં રાણાજી ગોહિલએ વસાવેલું હતું
  • ફૂલ છાબ જે સૌરાષ્ટ્રનું પહેલું ન્યૂઝ પેપર જેની શરૂઆત શ્રી ઝવેરચંદ મેઘાણી એ રાણપુર મુકામે થી કરેલી હતી.
  • ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક પૂર્ણિમાબહેન પકવાસા, અને સાહિત્યકાર કુમારપાળ દેસાઈ નો જન્મ રાણપુર માં થેયલો છે.

 

બોટાદ ના જાણીતા નામ

  • ઝવેરચંદ મેઘાણી:- ગુજરાતી લેખક અને સ્વતંત્રતાસેનાની, રાષ્ટ્રીય શાયર.
  • દામોદર બોટાદકર :- કવિ
  • મોહમ્મદ માંકડ :- કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની.

Zaverchand Meghani

Mohammad Mankad

 

બોટાદ જિલ્લામાં વહેતી નદીઓ

  • કાળુભાર
  • સુખભાદર
  • ઘેલો
  • કેરી
  • નીલકા
  • ગોમાં

વાહન વ્યવહાર

  • બોટાદ શહેર સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મુંબઈ સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે.
  • બોટાદ રેલ્વે જંકશનથી બીજી ઘણી ટ્રેનની સુવિધા પણ મળી રહે છે

Botad Railway Station

 

2 thoughts on “Botad | Botad Gujrat | Botad Jilla Vishe Janva Jevu ”

Leave a Comment