Amreli | Amreli Gujrat
અહીં આપડે Amreli જિલ્લા વિશે સાદી અને સરળ ભાષા માં જાણીશુ જેમાં જિલ્લા ની રચના, જિલ્લા ના તાલુકા, જોવા લાયક અને પ્રસ્સિદ્ધ સ્થળો, નદીઓ, વસ્તી, વગેરે.. જે તમને જનરલ નોલેજ માટે તેમજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપયોગી થઇ શકે છે. Amreli Gujrat માં આવેલ જિલ્લો છે.
અમરેલી જિલ્લા વિશે
અમરેલીને ભૂતકાળ માં ઘણા અલગ નામ થી ઓળખવામાં આવતું હતું. એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. એ પછી અમલીક અને પછી અમરાવતીનાં નામે પણ આ જગ્યા ઓળખાતી હતી. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું અમરેલી શહેર ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.
અમરેલી જિલ્લા ની સરહદ
- ઉત્તરે બોટાદ અને રાજકોટ જિલ્લાઓ
- દક્ષિણે અરબ સાગર
- પૂર્વે ભાવનાગર જિલ્લો
- પશ્વિમેજૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ
થોડું જનરલ
- વિસ્તાર :- 7397 ચોરસ કી.મી
- તાલુકા :- 11
- સાક્ષરતા :- 74.25%
- જાતી પ્રમાણ :- 964
- ગામડાઓ :- 627
- પીનકોડ :- 365601
- વાહન :- GJ 14
તાલુકા નું લિસ્ટ
- અમરેલી
- બગસરા
- બાબરા
- ધારી
- જાફરાબાદ
- કુંકાવાવ (વાડીઆ)
- લાઠી
- રાજુલા
- સાવરકુંડલા
- ખાંભા
અમરેલીના શહેરો વિષે
અમરેલી
- અમરેલી જિલ્લા ની રચના 1 મે 1960 ના રોજ થયેલી છે
- અમરેલી ઠેબી અને વળી નદી કિનારે આવેલુ ગામ છે
- વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે સયાજીરાવ ગાયકવાડ દ્વારા અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું
- વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે સયાજીરાવ ગાયકવાડ દ્વારા અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું
- ઈ.સ. પૂર્વ 3000ના પુરાતત્વ અવશેષ અમરેલી માં મળી આવ્યા છે
- ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતા નું જન્મ સ્થળ અમરેલી છે
- ગીર ની ટેકરીઓનું સૌથી ઉંચો પર્વત “સર્કલા” અમરેલી જિલ્લામાં આવેલો છે
- ભારત ના વડા પ્રધાની શ્રી નરેન્દ્રમોદી દ્વારા દત્તક લેવાયેલો એક માત્ર જિલ્લો અમરેલી છે
- અમરેલીમાં ગિરધરભાઈ પટેલ સંગ્રહાલય છે જેમાં શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો સચવાયેલા છે
- અમરેલી જિલ્લાના અમુક ગામ માં સિંહો નો વસવાટ છે
બગસરા
- ગુજરાતમાં પ્રખ્યાત એવા જાદુગર સ્વ. કે.લાલ નું જન્મ સ્થળ બગસરા છે
- બગસરા સોનાનો ઢોળ ચડાવેલ દાગીના (ગોલ્ડ પ્લેટેડ) માટે જાણીતું છે
- બગસરામાં ભુતનાથ મહાદેવ મંદિર, મુંજીયાસર બંધ /ખોડિયાર મંદિર, સ્વામીનારાયણ મંદિર, બાલ કૃષ્ણ હવેલી જેવા વગેરે સ્થળો જોવા જેવા છે
બાબરા
- બાબરા કાળુભાર નદી નું ઉદગમ સ્થાન છે.
- અર્જુનના પુત્ર બભ્રુવાહનની રાજધાની બાબરા હોવાનું કહેવાય છે. બભ્રુવાહનનો કુંડ અહીં આવેલો છે
ધારી
- ધારી ગીર ની રાહ પર આવેલુ ગામ છે
- ધારી સ્વામિનારાયણ સંત શ્રી યોગીજી મહારાજ નું જન્મ સ્થળ છે
- અમરેલી જિલ્લા માં શેત્રુંજય નદી પર આવેલો ખોડિયાર ડેમ ધરી માં આવેલો છે
- ધારી એશિયાટીક સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓની વસતી અને ગીરનો રક્ષિત જંગલ વિસ્તાર ધરાવે છે
- ગુજરાતી કોયલ તરીકે જાણીતા દિવાળીબેન ભીલ નો જન્મ ધારીના દલખાણીયા ગામ એ થયો હતો
- ગીર સિંહ માટે નું અભ્યારણ “સફારી પાર્ક” આંબરડી ખાળે ચાલુ કરવામાં આવ્યો છે
જાફરાબાદ
- જાફરાબાદ દરિયાકિનારે આવેલું છે
- જેથી અહીંની મોટાભાગ ની વસ્તી મત્સ્ય ઉદ્યોગ પર આધારિત છે
- અહીં મોટો એક ફિશિંગ પ્લાન્ટ પણ છે જેની કેપિસિટી 10 ટન છે
- ધમાલ નૃત્ય માટે જાણીતા સિડી કોમ ના લોકો અહીં રહે છે જે આફ્રિકાથી આવેલા છે
- જાફરાબાદની ભેંસો જાણીતી છે
- જાફરાબાદમાં સિમેન્ટ નો પણ ઉદ્યોગ વિકસ્યો છે જે અહીંના સ્થાનિક લોકોને રોજગારી પુરી પડે છે
- બાબરકોટ જ્યાં હડ્ડપા સભ્યતાનું સ્થળ છે એ ઝાફરાબાદ માં આવેલું છે
લાઠી
- લાઠીના રજવાડાંના રાજવીઓ ગોહિલ વંશના હતા જે રજવાડાની સ્થાપના આશરે ૧૨૬૦માં થઇ હતી.
- અહીં ભુરખિયા ખાતે હનુમાનજી નું ભવ્ય મંદરી આવેલું છે
- લાઠી કવિ શ્રી કલાપીનું જન્મ સ્થળ તેમજ કર્મ સ્થળ
સાવરકુંડલા
- પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેતી હતી
અમરેલી જિલ્લાના જાણીતા નામ
- ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી.
- મૂળદાસ – જાણીતા સંત કવિ.
- દીના પાઠક – અભિનેત્રી.
- રમેશ પારેખ – કવિ
અમરેલી જિલ્લામાં વહેતી નદીઓ
- ઠેબી
- વળી
- કાળુભાર
- માલણ
- શેત્રુંજી
- વદી
- ધાતરવડી
- નાવલી
- સાંતળી
- ઝોલાપુર
અમરેલી જિલ્લાના તળાવ અને કુંડ
- બ્રહ્મકુંડ – બાબરા તાલુકામાં
- પાંડવ કુંડ – બાબરા
- થાન વાવ – ઝાફરાબાદ તાલુકામાં
- શાહગૌરા – લાઠી તાલુકામાં
- ગોપી તળાવ – અમરેલીમાં
અમરેલી જિલ્લાના અભ્યારણ
- ગીર અભ્યારણ
- સફારી પાર્ક
- મીતીયાળા અભ્યારણ
- પાણીયા અભ્યારણ
અમરેલી જિલ્લામાં જોવા લાયક સ્થળો
- અમરેલીનો ટાવર
- રાજમહેલ – અમરેલી
- ગિરઘરભાઇ સંગ્રાહાલય – અમરેલી
- નાગનાથ મંદિર – અમરેલી
- જુમ્મા મસ્જિદ – અમરેલી
- જીવન મુકતેશ્વર મંદિર – અમરેલી
- કૈલાસ મુકિતઘામ – અમરેલી
- શ્રી ભોજલરામ ઘામ – ફતેપુર
- પાંડવ કુંડ – બાબરા
- ખોડિયાર મંદિર – ઘારી
- ખોડીયાર ડેમ-ધારી
- જાફરાબાદનો પૌરાણિક કિલ્લો
- શિયાળબેટનું મંદિર
- વનવહિર – મિતિયાળા ફોરેસ્ટ બંગલો
- ભુરખીયા હનુમાન મંદિર
- શાહગૌરા વાવ
- કલાપી તીથૅ
- ચાંચ બંગલો – રાજુલા
- પીપાવાવ પોર્ટ – રાજુલા
- અલ્ટ્રાટેક સિમેન્ટ ફેકટરી રાજુલા
- ચાંચ બંદર – રાજુલા
- બીજા ઘણા સ્થળો ની મુલાકાત તમે લઇ શકો છો…
અમરેલી જિલ્લામાં આવેલા ડેમ
- ખોડિયાર ડેમ
- ઠેબી ડેમ
- ધાતરવડી ડેમ
- રાયડી ડેમ
- મુંજીયાસર ડેમ
- હાથસણી ડેમ
સુરેન્દ્રનગર વિષે જાણવા અહીં ક્લિક કરો
બોટાદ વિષે જાણવા અહીં ક્લિક કરો
1 thought on “Amreli | Amreli Gujrat | Amreli Jilla Vishe Janva Jevu”